Posts

બાલીના મંદિરો અને ઘરોની બહારની રાક્ષસી પ્રતિમાઓ

Image
બાલી(ઈન્ડોનેશિયા) ની મારી તાજેતરની યાત્રા મારા માટે એક અવિસ્મરણીય અનુભવ હતો. જ્યારે હું બાલીની ગલીઓમાં ફરતો હતો, ત્યારે મંદિરો અને ઘરોની બહાર રાક્ષસી પ્રતિમાઓએ મારું ધ્યાન ખેંચ્યું. મેં આ પ્રતિમાઓના ઘણા ફોટા લીધા, જેમાંથી કેટલાક હું આ બ્લોગમાં શેર કરીશ. આ પ્રતિમાઓ પ્રથમ નજરે થોડી ભયાનક લાગે છે, પરંતુ તેની પાછળનો આધ્યાત્મિક અર્થ અને ભારતીય હિન્દુ ધર્મ સાથેનું જોડાણ મને ખૂબ પ્રેરણાદાયી લાગ્યું.  જ્યારે હું ઉબુદના એક નાનકડા મંદિર પાસે ઊભો હતો, ત્યારે મેં એક રાક્ષસી પ્રતિમાનો ફોટો લીધો, જેના દાંત બહાર નીકળેલા હતા અને હાથમાં શસ્ત્ર હતું.  [ પ્રતિમા લીલા પથ્થરમાં કોતરાયેલી હતી, અને તેની આસપાસ ફૂલો અને ધૂપની સુગંધ હતી.]  આ પ્રતિમા જોઈને પહેલાં મને થોડું આશ્ચર્ય થયું, પરંતુ સ્થાનિક લોકો સાથે વાત કર્યા પછી મને સમજાયું કે આ "ભૂત કાલ" નામની આકૃતિ છે, જે દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે. બાલીના હિન્દુ ધર્મમાં, આ પ્રતિમાઓ દ્વૈતવાદનું પ્રતીક છે— સાર અને અસારનું સંતુલન . મેં બીજો ફોટો એક ઘરના પ્રવેશદ્વાર પાસે લીધો, જ્યાં રાક્ષસી આકૃતિને ફૂલો અર્પણ કરાયેલા  હતા. [પ્રતિમાની આંખોમાં એ...

Compound Effect: શ્રેષ્ઠ જીવન માટે એક નાનું પગલું આજથી!

Image
ક્યારેક, આપણે સફળતા માટે મોટા બદલાવની રાહ જોઇએ છીએ. " The Compound Effect " પુસ્તક શીખવે છે કે મોટા ફેરફારો એક જ દિવસે નહીં થાય, પરંતુ નાના-નાના પગલાં લઈને, સમય સાથે તે મોટા પરિણામોમાં ફેરવાય છે.  ડેરેન હાર્ડી આ પુસ્તકમાં સમજાવે છે કે તમારા રોજિંદા નિર્ણયો અને ટેવો જ છે, જે સમય સાથે તમારું ભવિષ્ય નક્કી કરશે.  Compound Effect: નાના પગલાં, મોટા પરિણામો   શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેવી રીતે નાના રોજીંદા નિર્ણયો તમારા જીવનમાં વિશાળ બદલાવ લાવી શકે?  સંકલિત અસર (Compound Effect) એ એ જ સિદ્ધાંતને સમજાવે છે. નાના અને સતત પ્રયત્નો સમય સાથે મોટી સફળતામાં ફેરવાઈ શકે છે.  Compound Effect શું છે?  Compound Effect એ એક સરળ પણ શક્તિશાળી સિદ્ધાંત છે, જે કહે છે કે નિયમિત રીતે લીધેલા નાના અને ઉચિત નિર્ણયો અને actions લાંબા ગાળે મોટા પરિણામો આપે છે. તરત કે નજીક ના ભવિષ્ય માં એટલી અસર ના દેખાય, પરંતુ એક પ્રક્રિયા છે, જે ધીરજ અને શિસ્તના આધારે કાર્ય કરે છે. વાસ્તવિક જીવનનાં ઉદાહરણો  1️⃣ આર્થિક સંકલિત અસર: જો તમે દર મહિને ₹5000 બચાવો અને તેને સારા વાર્ષિક વ્યા...

7 Secrets of Shiva - શિવના 7 રહસ્યો પર ચિંતન

Image
શિવરાત્રી ના દિવસે દેવદત્ત પટ્ટનાયકના "શિવના 7 રહસ્યો" પુસ્તકનું અન્વેષણ કરવાની તક મળી. શિવની પૌરાણિક કથાઓમાં વણાયેલા ગૂઢ જ્ઞાન ને સમજવા માટે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. શિવ એ માત્ર દેવો ના દેવ જ નથી, પરંતુ શિવ એ અનંત ચેતના છે, શિવ સમગ્ર બ્રહ્માંડની ઉર્જા અને જ્ઞાનનું સ્વરૂપ છે, જે સૃષ્ટિના આરંભ અને અંતનો મૂળ સિદ્ધાંત છે.  ધાર્મિક કે પૌરાણિક રીતે જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને તાર્કિક સમજ ના દ્રષ્ટિકોણથી, શિવ એ એક બ્રહ્માંડિક સિદ્ધાંત છે. શિવ એ બ્રહ્માંડ નું પ્રતિનિધિત્વ અને સંતુલન કરનાર એક કાલ અતીત શક્તિ છે. આ પુસ્તક સુંદર રીતે દર્શાવે છે કે શિવ કેવી રીતે અસ્તિત્વની અરાજકતા અને શાંતિ બંનેને મૂર્તિમંત કરે છે. વિજ્ઞાનને સમજનારા અને વૈજ્ઞાનિક અભિગમ ને ધાર્મિક શ્રદ્ધા કરતા વધારે મહત્વ આપતા લોકો એ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર કે જીવવિજ્ઞાન - શિવનું પ્રતીકવાદ બ્રહ્માંડના વિજ્ઞાન ના નિયમો કે કુદરતી ક્રમ સાથે સુસંગત છે. શિવ સર્જન છે, શિવ વિનાશ છે, અને તે પોતે જ એક શાશ્વત સત્ય છે – જે સમય, અવકાશ અને જ્ઞાનની સીમાઓથી પર છે.  અર્ધનારીશ્વર   પુસ્તકમાંથી મે...

"Tuesdays with Morrie" – એક પુસ્તક જે જીવનનો સાચો અર્થ સમજાવે!

Image
  "Tuesdays with Morrie" – એક પુસ્તક જે જીવનનો સાચો અર્થ સમજાવે! "જીવનનો સાચો હેતુ શું છે?" "મૃત્યુથી ડરવું જોઈએ કે એને સ્વીકારી લેવું જોઈએ?" "સાચી ખુશી ક્યાંથી મળે?"  આ બધા પ્રશ્નો તમને પણ ક્યારેક થયા હશે.  થોડા સમય પહેલાં મેં મિચ આલ્બમ એ લખેલું પુસ્તક Tuesdays with Morrie વાંચ્યું, અને આ પ્રશ્નોના ઉત્તરો મને મળ્યા આ પુસ્તક ના એક પાત્ર તરફ થી:  મોરી શ્વાર્ત્ઝ -  એક શાંત અને જ્ઞાનથી ભરપૂર વ્યક્તિ! આ પુસ્તક ફક્ત એક જીવનકથા નથી, પણ વિચારો અને મૂલ્યો શીખવા માટે નું સરનામું છે. મોરી શ્વાર્ત્ઝ, ALS ( Lou Gehrig's disease ) જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા, અને તેમનાં જીવન ના છેલ્લાં દિવસોમાં તેઓ દર મંગળવારે તેમના જૂના વિદ્યાર્થી મિચ આલ્બમ સાથે મળીને જીવનના મૂલ્યવાન પાઠો શીખવતા. આજની સ્પર્ધાત્મક અને વ્યસ્ત દુનિયામાં, જ્યાં પૈસા, કરિયર અને સામાજિક પ્રતિષ્ઠાને જીવનની સફળતા ગણવામાં આવે છે, ત્યાં આવાં પુસ્તકો આપણા વિચારોને એક નવી દિશા આપી શકે છે. મોરી શ્વાર્ત્ઝની કથા માત્ર એક વ્યક્તિની જીવનયાત્રા નથી, તે આપણી અંદર જીવન વિશે ગહન મંથન જગાવી શકે છે – શુ...