7 Secrets of Shiva - શિવના 7 રહસ્યો પર ચિંતન

શિવરાત્રી ના દિવસે દેવદત્ત પટ્ટનાયકના "શિવના 7 રહસ્યો" પુસ્તકનું અન્વેષણ કરવાની તક મળી. શિવની પૌરાણિક કથાઓમાં વણાયેલા ગૂઢ જ્ઞાન ને સમજવા માટે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. શિવ એ માત્ર દેવો ના દેવ જ નથી, પરંતુ શિવ એ અનંત ચેતના છે, શિવ સમગ્ર બ્રહ્માંડની ઉર્જા અને જ્ઞાનનું સ્વરૂપ છે, જે સૃષ્ટિના આરંભ અને અંતનો મૂળ સિદ્ધાંત છે. ધાર્મિક કે પૌરાણિક રીતે જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને તાર્કિક સમજ ના દ્રષ્ટિકોણથી, શિવ એ એક બ્રહ્માંડિક સિદ્ધાંત છે. શિવ એ બ્રહ્માંડ નું પ્રતિનિધિત્વ અને સંતુલન કરનાર એક કાલ અતીત શક્તિ છે. આ પુસ્તક સુંદર રીતે દર્શાવે છે કે શિવ કેવી રીતે અસ્તિત્વની અરાજકતા અને શાંતિ બંનેને મૂર્તિમંત કરે છે. વિજ્ઞાનને સમજનારા અને વૈજ્ઞાનિક અભિગમ ને ધાર્મિક શ્રદ્ધા કરતા વધારે મહત્વ આપતા લોકો એ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર કે જીવવિજ્ઞાન - શિવનું પ્રતીકવાદ બ્રહ્માંડના વિજ્ઞાન ના નિયમો કે કુદરતી ક્રમ સાથે સુસંગત છે. શિવ સર્જન છે, શિવ વિનાશ છે, અને તે પોતે જ એક શાશ્વત સત્ય છે – જે સમય, અવકાશ અને જ્ઞાનની સીમાઓથી પર છે. અર્ધનારીશ્વર પુસ્તકમાંથી મે...